Face Of Nation: કામચોરી કરનારા કર્મચારીઓની હકાલપટ્ટી માટે ભારતીય રેલવેએ ઝોનલ ઓફિસોને એવા કર્મચારીઓનું લિસ્ટ તૈયાર કરવાનું કહ્યું છે. રેલવે મંત્રાલયના એક સૂત્રએ કહ્યું કે, એક નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે જેમાં એવા લોકોની લિસ્ટ બનાવવા કહેવામાં આવ્યુ છે જે 55 વર્ષની ઉંમર પાર કરી ચૂક્યા છે અથવા 2020ની પ્રથમ ત્રિમાસિક સુધી રેલવેમાં તેમની નોકરીના 30 વર્ષ પુરા થઇ રહ્યા હોય.રેલવે બોર્ડે ઝોન ઓફિસોને લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે ઝોનલ રેલવેને વિનંતી કરી છે કે તે પોતાના સ્ટાફનો એક સર્વિસ રેકોર્ડ તૈયાર કરે જેમની સાથે તેમનો પ્રોફાર્મા જોડેલો હોય. આ રેકોર્ડમાં તે કર્મચારીઓને સામેલ કરવામાં આવે જે 55 વર્ષની ઉંમર પાર કરી ચૂક્યા હોય અથવા 2020ના પ્રથમ ત્રિમાસિક ગાળા સુધીમાં રેલવેમાં 30 વર્ષની નોકરી કરી પેન્શન મેળવવા યોગ્ય થઇ ચૂક્યા હોય.
પત્રમાં કહેવામાં આવ્યું છે કે આ બંન્ને ક્રાઇટેરિયામાં આવનારા લોકોની યાદી તૈયાર કરવામાં આવે. 2020ના પ્રથમ ત્રિમાસિક ગાળાનો મતલબ સ્પષ્ટ કરતા જેને જાન્યુઆરીથી માર્ચ 2020 કહેવામાં આવ્યું છે. રેલવેનો આ પત્ર 27 જૂલાઇના રોજ જાહેર કરાયો છે. સાથએ રેલવે બોર્ડના ઝોનલ ઓફિસો માટે એક લિસ્ટ મોકલવાની અંતિમ તારીખ 9 ઓગસ્ટ નક્કી કરાઇ છે. રેલવે સાથે જોડાયેલાએક સૂત્રએ કહ્યું કે, આ સમય પર કરનાર રિવ્યૂ છે જેના મારફતે એક યાદી તૈયાર કરવામાં આવે છે જે યોગ્ય રીતે કામ કરતા નથી અને તેમના વિરુદ્ધ વહીવટી કાર્યવાહી કરતા તેમને સમય કરતા પહેલા નિવૃત કરી દેવામાં આવે છે. આ સરકાર આ પ્રકારની કાર્યવાહીઓને લઇને ખૂબ ગંભીર છે. લોકસભામાં તાજેતરમાં જ જાણકારી આપવામાં આવી હતી કે અલગ અલગ સરકારી વિભાગોમાં કામ કરનારા ગ્રુપ-એ અને ગ્રુપ-બીના 1.19 લાખથી વધુ અધિકારીઓનું પરફોર્મન્સની તપાસ કરવામાં આવી હતી.