Home News અમદાવાદ:થલતેજની સમર્પણ હોસ્પિટલમાં આગ,હોસ્પિટલ સ્ટાફ સુરક્ષિત

અમદાવાદ:થલતેજની સમર્પણ હોસ્પિટલમાં આગ,હોસ્પિટલ સ્ટાફ સુરક્ષિત

Face Of Nation:અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં આવેલી સમર્પણ હોસ્પિટલમાં આગ લાગી હતી. આગની ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. કોમન મીટરમાં આગ લાગી હોવાનું ફાયર વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. આ દરમિયાન જ્યાંથી આગ લાગી ત્યાંથી જ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. માત્ર એટલું જ નહીં, દરવાજા પાસે ઈલેક્ટ્રિક મીટરો પણ લગાવવામાં આવેલા છે. જે ઈમર્જન્સીની સ્થિતિમાં વધુ ખાના ખરાબી કરી શકે છે.

નીચે આગ લાગી હતી ત્યારે હોસ્પિટલમાં 4 બાળ દર્દીઓ હતા. જો કે, હોસ્પિટલના સ્ટાફે તમામને જ્યાં આગ લાગી હતી ત્યાંથી જ સુરક્ષિત રીતે બહાર કાઢી દીધા હતા. હોસ્પિટલ સુધી આગ ન ફેલાય તે માટે તાત્કાલિક બધા કાચ તોડી નાંખ્યા હતા.