Home Politics રાજ્યસભામાં ત્રિપલ તલાક બીલ પાસ,મોદી સરકારની મોટી જીત,મુસ્લિમ મહિલાઓને મળ્યો ન્યાય

રાજ્યસભામાં ત્રિપલ તલાક બીલ પાસ,મોદી સરકારની મોટી જીત,મુસ્લિમ મહિલાઓને મળ્યો ન્યાય

Face Of Nation:નવી દિલ્હી ટ્રિપલ તલાક બિલ મામલે મોદી સરકારની મોટી જીત થઈ છે. લોકસભા બાદ રાજ્યસભામાં મંગળવારે ટ્રિપલ તલાક બિલ પાસ થઈ ગયું. રાજ્યસભમાં ટ્રિપલ તલાકના બિલના સમર્થનમાં 99 અને વિપક્ષમાં 84 વોટ પડ્યા હતા.રાજ્યસભામાંથી ટ્રિપલ તલાક બિલ પાસ થતા પ્રધાનમંત્રી નરેંન્દ્ર મોદીએ ટ્વીટ કરી મુસ્લિમ મહિલાઓને શુભેચ્છા આપી હતી. પીએમ મોદીએ લખ્યું, સમગ્ર દેશ માટે આજે ઐતિહાસિક દિવસ છે. આજે કરોડો મુસ્લિમ માતા-બહેનોની જીત થઈ છે, તેમને સમ્માન સાથે જીવવાનો અધિકાર મળ્યો છે. સદીઓથી ટ્રિપલ તલાક જેવી કુપ્રથાથી પીડાતી મુસ્લિમ મહિલાઓને ન્યાય મળ્યો છે. આ ઐતિહાસિક અવસરે તમામ સાંસદોનો આભાર માનું છું.પ્રધાનમંત્રી નરેંન્દ્ર મોદીએ ટ્વિટમાં લખ્યું, ટ્રિપલ તલાક બિલ પાસ થવું મહિલા સશક્તિકરણની દીશામાં બહુ મોટું પગલું છે. તુષ્ટિકરણને નામે દેશની કરોડો માતાઓ-બહેનોને તેમના અધિકારથી વંચિત રાખવાનું પાપ કરાયું હતુ. મને ગર્વ છે કે મુસ્લિમ મહિલાઓને તેમના અધિકાર અપાવવાનું ગૌરવ અમારી સરકારને પ્રાપ્ત થયું છે.