Home News વાદળ આચ્છાદિત અમદાવાદ:છેલ્લા 24 કલાકમાં મૌસમનો 11 એમએમ રીમઝીમ વરસાદ

વાદળ આચ્છાદિત અમદાવાદ:છેલ્લા 24 કલાકમાં મૌસમનો 11 એમએમ રીમઝીમ વરસાદ

Face Of Nation:આખા રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે અને હજુ આગામી પાંચ દિવસ ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં પણ બે દિવસથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. લોકોમાં બાફ અને તાપથી છૂટકારો મેળવતા હાશકારો અનુભવ્યો છે. અમદાવાદમાં સિઝનનો 7.49 ટકા ઇંચ વરસાદ નોંધાયો છે.અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 11 એમએમ વરસાદ નોંધાયો છે.શહેરમાં નવરંગપુરા, નારણપુરા, સેટેલાઇટ, બોપલ, એસજી હાઇવે, નારોલ, મણિનગર જેવા અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે.

રાજ્યના 9 તાલુકાના 59 ગામો વીજળી વિહોણા બન્યા છે. રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી લઈ અત્યાર સુધીમાં 56 લોકોના મોત થયા છે. જેમાં 27ના વીજળી પડવાથી, 6ના ડૂબવાથી, 4ના ઝાડ પડવાથી, 5ના મકાન પડવાને કારણે અને 14ના અન્ય કારણસર મોત થયા છે.રાજ્યના કુલ 204 ડેમમાંથી 12 ડેમોમાં 50 ટકા પાણીની આવક થઈ ગઈ છે. જેને પગલે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે.