Face Of Nation:રાજકોટ છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન થયા છે. રાજકોટમાં 24 કલાકમાં 9 ઇંચ વરસાદ વરસ્યો હતો. ત્યારબાદ સમયાંતરે વરસાદી ઝાપટા પડી રહ્યા છે. રાજકોટમાં વરસાદથી અનેક વિસ્તારોમાં રસ્તાઓ તૂટ્યા છે. એરપોર્ટ રોડ પર વોકળા પાસે રસ્તો તૂટી ગયો છે. રસ્તાનો એક ભાગ તૂટી વોકળામાં પડી ગયો છે. રસ્તો તૂટતા મારૂતિનગરનો રસ્તો બંધ થઇ ગયો છે. તેમજ કમિશનરના ઘરની સામે જ બાંધકામમાં પાણી ભરાયા છે. પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો મચ્છરોનો ઉપદ્રવ વધે તેવી શક્યતા છે. જૂનાગઢ જિલ્લામાંરાતથી સવાર સુધીમાં અડધાથી એક ઇંચ વરસાદ નોંધાયો છે. આથી વીયર ડેમ ઓવરફ્લો થયો છે. તેમજ ઓઝત નદીમાં પૂર આવતા મોટી સંખ્યામાં લોક જોવા ઉમટ્યા હતા.
રાજકોટમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદથી રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. ગઇકાલે ભારે વરસાદ પડતા રાજકોટમાં અનેક જગ્યાએ રસ્તાઓનું ધોવાણ થયું હતું. 9 ઇંચ વરસાદમાં મનપાની પ્રિ મોન્સુન કામગીરીની પોલ ખુલી થઇ ગઇ છે. હવામાન ખાતા દ્વારા હજુ બે સપ્તાહ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.
ચાલુ રિક્ષાએ ખાડામાં વ્હીલ ફસાતા યુવકને ઇજા
મનપાની પ્રિમોન્સુનની પોલ ખુલી ગઇ છે. રસ્તાઓ પર ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે. ત્યારે એક રિક્ષા રસ્તા પરથી પસાર થઇ રહી હતી ત્યારે આગળનું વ્હિલ ખાડામાં ફસાતા રિક્ષામાં બેઠેલો એક યુવાન ચાલુ રિક્ષામાંથી નીચે પડ્યો હતો. યુવાનને સામાન્ય ઇજા પહોંચી હતી.