Home News બેફામ ફી ઉઘરાણા કરતી 29 કોલેજને FRCની ફટકાર,પારૂલ યુનિ.ને રૂ. 3 કરોડનો...

બેફામ ફી ઉઘરાણા કરતી 29 કોલેજને FRCની ફટકાર,પારૂલ યુનિ.ને રૂ. 3 કરોડનો દંડ

Face Of Nation:રાજ્યમાં જુદી જુદી કોલેજમાં જાત જાતની ફિના નામે ઉઘરાણા કરતી 29 કોલેજો સામે ફિ નિયમયન સમિતી (FRC)એ લાલ આંખ કરી છે. સમિતીએ ખોટા ઉઘરાણા કરતી 29 કોલેજોને રૂપિયા 93,000 થી લઈ અને રૂપિયા 20,00,000 લાખ સુધીનો દંડ કર્યો છે. આ દંડ અંતર્ગત વાઘોડિયાની પારૂલ યુનિવર્સિટીની વિવિધ શાખાઓને મળીને સૌથી વધુ રૂપિયા 3 કરોડનો દંડ કરાયો છે.ફિ નિયમન સમિતીએ વિદ્યાર્થીઓની અરજીને ધ્યાનમાં રાખીને રાજ્યના 2074 વિદ્યાર્થીઓની ફરિયાદને ધ્યાને લઈને જુદી જુદી કોલેજો દ્વારા લેવામાં આવેલી ડિપોઝીટની દબાવી રાખેલી રકમ પરત કરાવી છે. FRCએ આ સંદર્ભે કુલ રૂપિયા 1 કરોડ 19 લાખની રકમ 9 સંસ્થાઓ પાસેથી પરત અપાવી છે. અગાઉની અને હાલની ફરિયાદો મળીને સિમિતીએ અત્યારસુધીમાં રાજ્યના 3,687 વિદ્યાર્થીઓને 2 કરોડ 23 લાખ 90 હજાર 477 રૂપિયા પરત અપાવ્યા છે.

સમિતિએ જે તે સંસ્થાઓ માટે જે તે વર્ષની નિયત કરેલ ફી માળખા માં ટ્યુશન ફી, લાયબ્રેરી ફી, લેબોરેટરી ફી, કોમ્પ્યુટર ફી, કોષન મની, જીમખાના ફી, ઈન્ટરનેટ, યુનીવર્સીટી એફીલેશન ફી, સ્પોર્ટ્સ અને રીક્રિયેશન સેલ્ફ અને પર્સનાલીટી ડેવલોપમેન્ટ ફી જેવી અન્ય ફી નો સમાવેશ થાય છે. સમિતિ દ્વારા નિર્ધારિત ફી ઉપરાંત ફકત જે-તે યુનીવર્સીટી ને ભરવા પાત્ર ફી સિવાય અન્ય કોઈપણ ફી કે ડીપોઝીટ સંસ્થા વિદ્યાર્થીઓ પાસે થી વસુલ કરી શકે નહી. જો કોઈ વિદ્યાર્થી ને આ બાબતે સંસ્થાઓ સામે ફરિયાદ હોય તો તે માટે સમિતિ નો વેબ સાઈટ પર “Grievances Redressal Mechanism” માં જણાવ્યા પ્રમાણે જરૂરી પુરાવા સાથે સમિતિ ને ફરિયાદ કરી શકે છે.