Home Uncategorized 2019માં ભારતમાં નોંધાયેલી 6 લાખ 80 હજારથી વધારે કંપનીઓ થઈ બંધ,સંસદમાં અપાઈ...

2019માં ભારતમાં નોંધાયેલી 6 લાખ 80 હજારથી વધારે કંપનીઓ થઈ બંધ,સંસદમાં અપાઈ જાણકારી

Face Of Nation:નોટબંધી પછી ભારતમાં મોટી સંખ્યામાં કંપનીઓ બંધ થઈ રહી છે. બંધ થનારી કંપનીઓની યાદીમાં સૌથી વધારે શેલ કંપનીઓ સામેલ છે. નોંધનીય છે કે મે, 2019માં ભારતમાં નોંધાયેલી 6 લાખ 80 હજારથી વધારે કંપનીઓ બંધ થઈ ચુકી છે. બંધ થનારી કંપનીઓની સંખ્યા કુલ દેશમાં નોંધાયેલી કંપનીઓની સંખ્યાની 36% છે. સરકારી ડેટા પ્રમાણે દેશમાં આશરે 1.9 મિલિયન કંપનીઓ નોંધાયેલી છે. આ જાણકારી મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેયર્સે (MCA) સંસદમાં આપી છે.હકીકતમાં સરકારે સતત બેથી વધારે નાણાકીય વર્ષ સુધી રિટર્ન ફાઇલ ન કરતી કંપનીઓને શોધીને તેને બંધ કરવા માટે એક અભિયાન ચલાવ્યું હતું. એટલે કે જે કંપનીએ બે વર્ષના રિટર્ન ફાઇલ ન કર્યા હોય, તેમજ નાણાકીય સ્ટેટમેન્ટ ન આપ્યું હોય તેને બંધ માની લેવામાં આવે છેસરકાર આવી કંપનીઓની ઓળખ કરીને તેને કંપની એક્ટ 2013ની કલમ 248 (1) અંતર્ગત આવતા નિયમોને આધિન તેની નોંધણી રદ કરી દે છે. વર્ષ 2017-18માં આમાં 20 ટકાનો વધારો નોંધાયો હતો.

નાણા મંત્રી નિર્મલા સિતારમણે સંસદમાં આપેલી માહિતી પ્રમાણે દેશમાં નોંધાયેલી કંપનીઓ બંધ થવાના કેસમાં દિલ્હી અને મહારાષ્ટ્ર મોખરે છે. દિલ્હીમાં 1,42,425 કંપની બંધ થઈ છે, જ્યારે મહારાષ્ટ્રમાં 1,25,937 કંપનીઓ બંધ થઈ છે. કુલ બંધ થયેલી કંપનીઓમાં દિલ્હી, મહારાષ્ટ્ર, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળનીઅડધી કંપનીઓ સામેલ છે. એમસીએ તરફથી વર્ષ 2017-18માં આશરે, 2.20 લાખ કંપનીઓને નોંધણીની યાદીમાંથી હટાવવામાં આવી હતી. જ્યારે વર્ષ 2018-19માં 1,10,000 કંપનીઓને આ યાદીમાંથી હટાવવામાં આવી હતી.
BSE