Face Of Nation:નવી દિલ્હી ત્રણ તલાક પર રોક લગાવવા સંબંધિત બિલ મંગળવારે રાજ્યસભામાં પસાર થઈ ગયું. અધ્યાદેશના કારણે પહેલેથી જ આ કાયદો લાગુ છે. પીડિત પત્ની કે લોહીના સંબંધીની ફરિયાદ માન્ય ગણાશે. પત્નીની પહેલથી સમાધાન થઈ શકે, પરંતુ મેજિસ્ટ્રેટની શરતો સાથે જ તે શક્ય બનશે. પતિ તરફથી બાળકોની કસ્ટડી મળશે.મહિલા કે સંબંધીની ફરિયાદ પર પોલીસ સીધી ધરપકડ કરી શકશે. આ ધરપકડમાં જમાનત નહીં મળે. જોકે, મેજિસ્ટ્રેટ શરતી જમાનત આપી શકશે.પોલીસ અને મેજિસ્ટ્રેટ કોર્ટ પતિની વાત સાંભળશે. પત્નીનો પક્ષ સાંભળ્યા પછી જમાનત મળી શકશે. દોષી સાબિત થયા પછી પતિને 3 વર્ષની સજા અને પત્નીને ગુજરાન ભથ્થું આપવું પડશે.જુબાની, લેખિત કે ઈલેક્ટ્રોનિક (વૉટ્સએપ, મેઈલ, એસએમએસ) માધ્યમ થકી ત્રણ તલાક ગેરકાયદે રહેશે. મેજિસ્ટ્રેટ ભરણપોષણની રકમ નક્કી કરશે.