Face Of Nation:વડોદરા ભારે વરસાદથી આખુ શહેર નદી બની ગયુ છે, ત્યારે એકબાજુ એનડીઆરએફ અને સેનાની ટીમો બચાવ કામગીરી કરી રહી છે. જોકે, કેટલાક વિસ્તારો એવા પણ છે જ્યાં લોકોએ જાતે બચાવ કામગીરી કરવી પડી છે.વિજળીના કડાકા– ભડાકા સાથે 24 કલાકમાં જ 20 ઈંચ જેટલો અતિ ભારે વરસાદ ખાબકતાં શહેરની પરિસ્થિતિ ગંભીર બની હતી. વરસાદે વડોદરામાં છેલ્લા 35 વર્ષને રેકોર્ડ તોડ્યો છે. વિવિધ સ્થળે ૪૨થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે.જેમાં ઝાડ નીચે દબાઈ જવાથી ચાર લોકોના મોતના અહેવાલ છે. ઠેરઠેર પાણી ભરાતા બબ્બે કલાક સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો.
મોડી સાંજે વડોદરાના ભાથુજીનગર પાસે આવેલી ઝુંપડપટ્ટીમાં એક ઝુંપડાને અડીને આવેલી 15 ફૂટની દીવાલ ધસી પડતા 4ના મોત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતકોમાં 3 મહિલા અને 1 પુરૂષ છે.જિલ્લા કલેક્ટરે આર્મી બોલાવી છે. હાલમાં અમદાવાદ ખાતે આર્મીની બે કોલમના ૧૬૦ જવાનો સ્ટેન્ડબાય રખાયા છે.