Face Of Nation:વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં અવિરત પડી રહેલા વરસાદને લઈને તેમજ ઉપરવાસમાં પડેલા વરસાદ થી કરજણ તાલુકામાં ઢાઢર રંગાઈ વિશ્વામિત્રી ભુખી દરેકમાં પુરા આવતા પૂરના પાણી અનેક વિસ્તારોમાં ઘુસી જવા પામ્યા હતા. જેમાં કંડારી ગામ નેશનલ હાઇવે પાસે આવેલ ગોચર વસાહતમાં પાણી ઘુસી જતા 603 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું જ્યારે માંગલેજ ગામે 31 લોકોનો સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ખેરડા ગામે ઢાઢર ના પાણી રોડ પર ફરી વળતા ખેરડા નો સંપર્ક કપાઈ જવા પામ્યો છે જ્યારે માંત્રોજ ગામે ભુખી નું પાણી ફરતા માંત્રોજ પણ સંપર્ક વિહોણું થઈ ગયું છે.
કરજણ નારેશ્વર રોડ પર કુરાલી પાસે ઝાડ પડતા વાહન વ્યવહારને અસર થઇ હતી. પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં કરજણ ના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ કરજણના મદદનીશ કલેકટર તેમજ તાલુકા વિકાસ અધિકારી મુલાકાત લીધી હતી. વડોદરા શહેરમાં 18 ઈંચ વરસાદથી ચારેબાજુ પાણી ભરાઈ ગયા છે. ત્યારે વડોદરા જિલ્લાના અલગ અલગ તાલુકામાંથી 962 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમાં ઉડેરા ગામના તળાવના આસપાસ રહેતા ૨૦૦ લોકોન સલામત સ્થળે ખસેડાયા છે. તમામ લોકોને ગામની પ્રાથ. શાળામાં આશ્રય આપ્યો છે.જિલ્લા કલેક્ટર કચેરીના જણાવ્યા અનુસાર સોખડા ગામના રામટેકરા વિસ્તારના ૨૦૦ લોકો,ભાયલી ગામના ગ્રાઉન્ડ વલ્ડ અને આંબેડકર ફળીયાના ૧૫૦ લોકો, કોટલી ગામના નવીનગરી વિસ્તારના ૧૫૦ લોકો,આ ઉપરાંત ૯૦ વેમાલીના ૧૨ વરણામાના ૭૦, ચાપડના ૭૦, દેણાના ૯૦ લોકો,તેમજ વિરોદ ગામના ૨૦ લોકોનું ગામની જ પ્રાથમિક શાળા સ્થળાંતર કરવામાં આવ્યું છે.સંખેડા તાલુકામાં વિતેલા 24 કલાક દરમિયાન સાડા છ ઇંચ વરસાદ પડતા અનેક વિસ્તારો પાણી પાણી થયા.લાછરસ ગામે આવેલું તળાવ ઓવરફ્લો થતા પાણીના ધસમસતા પ્રવાહે સરક્ષણ દિવાલ ધોઇ નાખી.ભુલવણ ગરનાળા 15 થી 17 ફૂટ પાણી ભરાયા. કંટેશ્વર ગામ સવારે પણ વિખુટા જેવી સ્થિતિમાં હતું.ગોલાગામડી ખાતે ઘૂંટણ ઘૂંટણ સમા પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા.વિવિધ સ્થળો વૃક્ષ પડવાના બનાવ બન્યા.ખેતરોમાં પણ પાણી ભરાયા.