Home Uncategorized માઉન્ટ આબુમાં અદ્ભૂત વર્ષા, 10 ઈંચ વરસાદથી વહેતા થયા ઝરણા

માઉન્ટ આબુમાં અદ્ભૂત વર્ષા, 10 ઈંચ વરસાદથી વહેતા થયા ઝરણા

Face Of Nation:રાજસ્થાનના કાશ્મીર ગણાતા માઉન્ટ આબુમાં ખરેખર કાશ્મીર જેવો માહોલ બન્યો છે. 10 ઈંચ વરસાદના પગલે ઠેર-ઠેર ઝરણા વહેતા જોવા મળે છે. શહેરમાં ધુમ્મસ પણ પથરાયેલું જોવા મળી રહ્યું છે. તો વરસાદને પગલે વાહનચાલકોએ મુશ્કેલીઓ વેઠવી પડી હતી. માઉન્ટ આબુ પર ગુરૂ શિખર પરના વાહન પાર્કિંગ પાસે શિલા તૂટતા એક વાહનને નુકસાન થયું હતું.

માઉન્ટ આબુના સૌથી ઊંચા ગુરૂ શિખર પાસેના પાર્કિંગ પાસે શિલા પડતા એક વાહન દટાયું હતું. શિલા પડતાં ત્યાં હાજર કેટલાક લોકોને ઈજાઓ પહોંચી હતી. દટાયેલી કારને કાઢવા હાજર લોકોએ પ્રયાસ કર્યો હતો.શિરોહી જિલ્લામાં વરસાદબુધવારે શરૂ થયેલા વરસાદે ગુરૂવારે પણ વરસવાનું ચાલુ રાખ્યું હતું. જેને પગલે ગીરી મથક માઉન્ટ આબુમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તો શિરોહી જિલ્લામાં પણ વરસાદે મહેર વરસાવી હતી. મૂશળધાર વરસાદને પગલે લોકોમાં ઉત્સાહ હતો. આબુના ઝરણાં ખીલી ઉઠ્યા હતા. તો નકીલેકમાં પાણીની આવક થઈ હતી.