Face Of Nation:અમરનાથ યાત્રા પર આતંકવાદી હુમાલનો ખતરો હોવાની ગુપ્ત જાણકારી બાદ જમ્મૂ-કાશ્મીર સરકારે અમરથાન યાત્રીઓ અને પર્યટકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. સાથે જ સરકારે તીર્થયાત્રીઓ અને પર્યટકોને કાશ્મીર ખીણમાં રોકાવવા અને યાત્રા જેમ બને તેમ જલદી સમેટી લેવા જણાવ્યું છે.આટલું જ નહીં, અમરનાથ યાત્રીઓ અને પર્યટકોને જેમ બને તેમ જલદી કાશ્મીરમાંથી પરત ફરવા સૂચના આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, સુરક્ષાબળોએ આજે જ અમરનાથ યાત્રા પર મોટા આતંકી હુમલાના પ્રયાસને નિષ્ફળ બનાવી હતી. સીઆરપીએફ,, જમ્મૂ-કાશ્મીર પોલીસ અને સૈન્યએ શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને તેની જાણકારી આપી હતી. આ દરમિયાન અધિકારીઓએ જણાવ્યું હતું કે, અમરનાથ યાત્રીઓ પર સ્નાઈપર ગન વડે હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ સુરક્ષાબળોએ તેને સતર્કતાપૂર્ણ રીતે નિષ્ફળ બનાવી દીધો હતો.આ મામલે પાકિસ્તાન કનેક્શન પણ સામે આવ્યું છે. સૈન્ય તરફથી જણાવવામાં આવ્યું છે કે, પાકિસ્તાની સૈન્ય સતત કાશ્મીરમાં શાંતિ ભંગ કરવાના પ્રયાસ કરી રહ્યું છે. સૈન્યએ ધડાકો કર્યો હતો કે ઘણી વાર સર્ચ ઓપરેશન વખતે લેન્ડ માઈન્સ પણ મળી આવી છે, જોકે તમામ પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યા છે.સેનાના અધિકારીએ જણાવ્યું હતું કે, કાશ્મીરમાં ઘીણ વિસ્તારમાં સ્થિતિ સુધરી છે અને આતંકીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. લેફ્ટિનેંટ જનરક જેકેએસ ઠિલ્લને જણાવ્યું હતું કે,સુરક્ષાબળોએ અમરનાથ યાત્રાના રૂટ પર આતંકીઓના એક અડ્ડામાંથી સર્ચ ઓપરેશન દરમિયાન એક અમેરિકન સ્નાઈપર રાઈફલ M-24 જપ્ત કરી છે.