Face Of Nation:વડોદરામાં ધમાકેદાર બેટિંગ કર્યા બાદ મેઘરાજાએ હવે રાજકોટને ધમરોળ્યું છે. રાજકોટમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો ગોંડલમાં સવારથી 4 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજકોટમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રાજકોટમાં લક્ષ્મીપુરા ગરનાળા, યાજ્ઞિક રોડ, રેસકોર્સ સહિતનાં વિસ્તારોમાં પાણી ભરાયા હતા.રાજકોટમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં બે કલાકમાં 4 ઈંચ વરસાદ વરસ્યો હતો. એક ઈંચ વરસાદમાં જ રાજકોટ પાણી પાણી થઈ ગયું હતું. તો રાજકોટનું લક્ષ્મીનગર ગરનાળામાં પાણી ભરાઈ જતાં ગરનાળાને બંધ કરી દેવું પડ્યું હતું. તો પાણી ભરાઈ જવાને કારણે રાજકોટમાં ઠેર-ઠેર ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા હતા. તો 150 ફૂટ રિંગ રોડ ઉપર પણ પાણી ભરાઈ ગયા હતા.માલવિયાનગર, કલેક્ટર કચેરી બહાર પાણી ભરાયા હતા. તો હેમુ ગઢવી હોલ પાસે પણ પાણી ભરાયા હતા. તો પાણી ભરાવવાને કારણે રિંગ રોડ રાધે ચોકડી પાસે ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતા.
ગોંડલમાં પણ સવારથી વરસાદ વરસાદ 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભાદર પટાના ગ્રામ્ય નવાગામ, લીલાખા વિસ્તાર માં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. અમરેલીમાં સવારથી અત્યાર સુધીમાં 4 ઈંચ વરસાદ પડ્યો છે. તો ગીર ગઢડા પંથકમાં વહેલી સવારથી જ વરસાદ મન મૂકીને વરસ્યો હતો. ગીર ગઢડા પાસે ફરેડા રોડ પરથી પસાર થતાં ઝરણાનું પાણી રોડ પર ફરી વળ્યું છે. જ્યારે મેંદરડામાં સતત ચોથા દિવસે એક કલાકમાં 2થી અઢી ઈંચ વરસાદ પડ્યો હતો. જેને લઈને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો ગિરનાર પર ધોધમાર વરસાદ પડતાં સોનરખ નદીમાં પૂર આવ્યું હતું. આ સાથે જ ભારે વરસાદનાં પગલે દામોદર કુંડ પાસે એક ગાય પણ ફસાઈ હતી.જેને સ્થાનિકોની મદદથી બહાર કાઢવામાં આવી હતી. ગોંડલ પંથકમાં 2થી 4 ઇંચ વરસાદ નોંધાયો છે.રાજકોટ જિલ્લાનાં ગોંડલ પંથકમાં વહેલી સવારથી જ વરસાદનું આગમન થયું છે. શીવરાજગઢ, બંધિયા, શ્રીનાથગઢ, દેરડી(કુંભાજી) અને વસાવડા સહિતના અનેક ગામોમાં બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે નવાગામ અને લીલાખામાં ચાર ઇંચ વરસાદ નોંધાતા સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું છે. જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.