Home Uncategorized વરસાદ બંધ થયા પછી પણ વડોદરા બન્યું છે પાણીમાં તરતું શહેર,હજુ સુધી...

વરસાદ બંધ થયા પછી પણ વડોદરા બન્યું છે પાણીમાં તરતું શહેર,હજુ સુધી પાણી નથી ઓસર્યા

Face Of Nation:રાજ્યમાં શુક્રવારે પણ રાજકોટ, સુરત, નવસારી, વલસાડ, મહેસાણા, ભાવનગર, સુરેન્દ્રનગર સહિતના અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો હતો.બુધવારે વડોદરામાં વરસેલા 20ઈંચ વરસાદ બાદ મેઘરાજે આરામ લીધો હતો હતો પણ વરસાદ પડયાના 48 કલાક બાદ પણ વડોદરાના અનેક વિસ્તારમાં પાણી ઓસરતા નથી. જ્યારે સુરતમાં પણ દિવસ દરમિયાન વરસાદ ચાલુ રહ્યો હતો, નવસારીમાં કેલિયા ડેમની સપાટી વધી હતી જેના લીધે આસપાસના ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા.

વડોદરામાં બુધવારે 20 ઈંચ વરસાદ ખાબક્યા બાદ મેઘરાજે આરામ લીધો હતો. અનેક વિસ્તારમાં પાણી ભરાયા હોવાથી જનજીવન ઠપ થઈ ગયું હતુ.શુક્રવારે 48 કલાક થયા બાદ પણ હજુ સુધી શહેરમાં પાણી ભરાયા હોવાના દ્રશ્ય જોવા મળ્યા હતા. અનેક વિસ્તારમાં પાણી ભરાયા હોવાથી નાગરીકો ફાયર અને એનડીઆરએફની ટીમ પાસે મદદ માંગતાં જોવા મળ્યા હતા.વાંસદાના કેલિયા ડેમ આજે બપોરે ત્રણ વાગે ઓવરફ્લો થયો હતો. જેને લઈ ડેમના હેઠળના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. વાંસદા તથા ચીખલીના વિવિધ ગામોના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે.સુરતમાં શુક્રવારે પડેલા વરસાદને કારણે ચલથાણ બમરોલી રોડ પર બે ફુટ જેટલા પાણી ભરાયા હતા જેના લીધે ટ્રાફિક જામની સ્થિતી સર્જાઈ હતીવલસાડમાં દિવસ દરમિયાન વરસાદ રહ્યો હતો. જ્યારે તીથલ બીચમાં વરસાદી માહોલ વચ્ચે ભરતી આવતા લોકો દરિયો જોવા એકઠાં થયાં હતાં.