Home News વડોદરા:પૂરની તબાહીમાં મળશે કેશડોલ,ઘરવખરીની નુકસાની પેટે રેશનકાર્ડ દીઠ રૂ.2000 અપાશે

વડોદરા:પૂરની તબાહીમાં મળશે કેશડોલ,ઘરવખરીની નુકસાની પેટે રેશનકાર્ડ દીઠ રૂ.2000 અપાશે

Face Of Nation:વડોદરા શહેરમાં ભારે વરસાદના પગલે જિલ્લા વહીવટી તંત્ર, મહાનગરપાલિકા સહિતના દળો યુદ્ધના ધોરણે રાહત-બચાવ કામગીરી કરી રહ્યા છે. સાથે જ શહેરમાં લોકોના ઘરવખરી સહિતના સામાનની નુકસાનીના સર્વેની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે. બીજી તરફ લોકોને કેશડોલ-રોકડ સહાય ચૂકવવા માટે તંત્રએ કમરકસી છે. આ માટે શહેરના ગાંધીનગર ગૃહ ખાતે સહાય ચૂકવવામાં જોડાનાર વિવિધ ખાતાઓના કર્મચારીઓની ૧૨૨ ટીમોના ૪૫૦ અધિકારી-કર્મચારી સાથે જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે કંઇ રીતે કેશડોલ-રોકડ સહાય ચૂકવવી તેના માર્ગદર્શન માટે બેઠક યોજી હતી.

નાયબ કલેક્ટર ચુડાસમાએ માર્ગદર્શનમાં આપતા જણાવ્યું કે, કેશડોલ-રોકડ સહાય માટે માટે રેશનકાર્ડને આધાર માનીને સહાય ચૂકવાનુ હાલ પૂરતુ નક્કી કરાવમાં આવ્યું છે. ઘરવખરીના સામાનની નુકસાની માટે રેશનકાર્ડ દીઠ રૂપિયા 2000ની સહાય ચૂકવવામાં આવશે. તેમજ તારીખ ૩૧/૦૭/૧૯થી તા.૦૨/૦૮/૧૯ સુધીના કુલ ૩દિવસને ધ્યાનમાં રાખીને કેશડોલ આપવામાં આવશે. રેશનકાર્ડમાં સામેલ નામ મુજબ પુખ્ત એટલે ૧૮ વર્ષથી ઉપરના વ્યક્તિને દિવસ દીઠ-૬૦ રૂપિયા અને ૧૮ વર્ષથી નીચેના રેશનકાર્ડ મુજબના સભ્યને ૪૫ રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે.વધુમાં ચુડાસમાએ જણાવ્યું કે, કેશડોલ-રોકડ સહાય ચૂકવવામાં ઝૂપડપટ્ટીમાં વસતા અને ગરીબ લોકોને પ્રાથમિકતા આપવાની છે. અને હાલ પૂરતુ વડોદરા શહેરનુ રેશનકાર્ડ ધરાવતા હોય તેને જ સહાય આપવાની છે. અને જેઓની પાસે રેશનકાર્ડ નથી અથવા તો જેઓની પાસે અન્ય વિસ્તારનું રેશનકાર્ડ છે તેની અલગથી યાદી બનાવાની રેહશે. જેને બાદ જરૂરી ખરાઈ કરીને સહાય ચૂકવવાનો જે નિર્ણય લેવામાં આવે તેને અનુસરવાનુ રેહશે.