Face Of Nation:જમ્મુ કાશ્મીરની હાલની સ્થિતિ પર ચર્ચા કરવા માટે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફ્રેન્સના નેતા ફારુક અબ્દુલ્લાએ રવિવારે પોતાના આવાસ પર ક્ષેત્રીય પાર્ટીના નેતાઓની સાથે બેઠક કરી, આ બેઠક બાદ તેઓએ કહ્યું કે ઘાટીના લોકો સુરક્ષાદળની તહેનાતીથી ડરેલા છે. તેઓએ કહ્યું કે અગાઉ ક્યારેય આવી સ્થિતિ સર્જાઇ નથી.
અમરનાથ યાત્રા રદ્દ કરવાના નિર્ણયથી અચરજ જણાવતા ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે અગાઉ ક્યારેય અમરનાથ યાત્રા રદ્દ કરવામાં આવી નથી. પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે ભારત-પાકિસ્તાન કાઇ એવું ન કરે જેનાથી બંને દેશો વચ્ચે તણાવ ઉત્પન્ન થાય.પોતાના આવાસ પર બેઠક બાદ ફારુક અબ્દુલ્લાએ લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. અબ્દુલ્લાએ કહ્યું કે રાજ્યના તમામ રાજનીતિક દળના નેતા પોતાના કાશ્મીરને વિશેષ દરજ્જાની રક્ષા માટે સંઘર્ષમાં એકજૂટ છે. ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે દરેક સ્થિતિમાં જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો જાળવી રાખવો જરૂરી છે. આ માટે તેઓએ તમામ ક્ષેત્રીય પાર્ટી સાથે એકજૂટ થવા અપીલ કરી છે.ઘાટીમાં હાલની સ્થિતિ પર સર્વદળીય બેઠક પહેલા પીડીપી પ્રમુખ મહેબુબા મુફ્તીના નિવાસ પર બોલાવવામાં આવી હતી, જો કે બાદમાં અબ્દુલ્લાની તબિયત ખરાબ હોવાને કારણે આ બેઠકને અબ્દુલ્લાના ઘરે બોલાવવામાં આવી. આ પહેલા આ બેઠકને એક હોટેલમાં રાખવામાં આવી હતી, પરંતુ એડવાઇઝરી જાહેર થયા બાદ તેને મુફ્તીના આવાસ પર રાખવાનું નક્કી થયું હતું.