Face Of Nation:સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ ભીડ દ્વારા હિંસા મુદ્દે રવિવારે ચિંતા વ્યક્ત કરી. તેમણે આસામમાં ગુવાહાટી હાઇકોર્ટના ઓડિટોરિયમના શિલાન્યાસ કાર્યક્રમમાં કહ્યું કે આજે દેશમાં અમુક લોકો અને જૂથો ઝઘડાળુ કે લાપરવાહ વર્તન કરી રહ્યા છે. આ દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ છે. જોકે, આવી ઘટનાઓ અપવાદ તરીકે સામે આવે છે. આશા છે કે દેશની સંસ્થાઓ તેમના પર અંકુશ લાવશે. આપણી સંસ્થાઓ આપણા માટે મોટો ઉપહાર છે. ખાસ કરીને અદાલતો. તે અન્ય સરકારી કચેરીઓ જેવી નથી. અદાલતો સાથે જોડાયેલા તમામ લોકોએ સતત શીખતા રહેવું જોઇએ.