Face Of Nation:જમ્મુ-કાશ્મીર હવે કેન્દ્ર શાસિત્ર પ્રદેશ બની ગયો છે. સાથોસાથ લદાખને જમ્મુ-કાશ્મીરથી અલગ કરી દેવામાં આવ્યું છે. આર્ટિકલ 370 હટતાં જમ્મુ-કાશ્મીર હવે રાજ્ય નહીં રહે. જમ્મુ-કાશ્મીર ધારાસભ્યોવાળું કેન્દ્ર શાસિત પ્રદેશ બનશે. બીજી તરફ, લદાખને ધારાસભ્યો વગરનું કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવશે.ગૃહમંત્રી તે અંતર્ગત જમ્મુ કાશ્મીરથી લદ્દાખને અલગ કરવામાં આવ્યું છે. લદ્દાખને વિધાનસભા વગરનો કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે.
અમિત શાહ તરફથી જાહેર કરવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, લદ્દાખના લોકોની લાંબા સમયથી માગ રહી હતી કે લદ્દાખને કેન્દ્ર શાસિત રાજ્યનો દરજ્જો આપવામાં આવે, જેથી ત્યાંના રહેવાસી લોકોને પોતાના લક્ષ્યો મેળવી શકે. અહેવાલ અનુસાર જમ્મુ કાશ્મીરને અલગથી કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મરી રાજ્યમાં વિધાનસભા હશે.કેબિનેટના હાલના નિર્ણય બાદ જમ્મુ કાશ્મીર બે રાજ્ય જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં વહેંચાઈ જશે. તેની સાથે જ ભારતમાં કુલ કેન્દ્ર શાસિત રાજ્યોની સંથ્યા હવે 7થી વધીને 9 થઈ ગઈ છે, જ્યારે પૂર્ણ રાજ્યોની સંખ્યા ઘટીને 28 રહી જશે. મોદી સરકારના આ નિર્ણયનો મતલબ એ થયો કે આર્ટિકલ 370 અંતર્ગત જમ્મુ કાશ્મીરને જે વિશેષાધિકાર મળ્યા હતા તે ખત્મ થઈ જશે અને જમ્મુ કાશ્મીર પણ ભારતના અન્ય રાજ્યોની જેમ જ એક સામાન્ય રાજ્ય હશે.