Face Of Nation:જમ્મુ અને પાકિસ્તાનમાંથી કલમ 370ના રદ્દ કરવાના ભારતના નિર્ણયને પગલે પાકિસ્તાન રીતસરનું ફફડી ઉઠ્યું છે. કલમ 370ના પડઘાં સીધા પાકિસ્તાનમાં પડ્યા છે. ફફડી ઉઠેલા પાકિસ્તાને તત્કાળ ચર્ચા માટે સંસદના બંને સદનોની બેઠક બોલાવી હતી.
પરંતુ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન ભૂગર્ભમાં ચાલ્યા ગયા હતાં. રાષ્ટ્રપતિએ બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં ખૂદ PM ઈમરાન ખાન જ ગેરહાજર રહ્યાં હતાં. જેને લઈને સ્પષ્ટ થાય છે કે ઈમરાન ખાન પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાશ્મીર મામલે આક્રમક નીતિથી રીતસરના ડરી ગયા છે.મોદી સરકારે જમ્મુ-કાશ્મીર પર અપ્રત્યાશીત રૂપે કલમ 370 હટાવવા અને તેને આપવામાં આવેલો વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કરવાની સાથે જ રાજ્યના બે ભાગલા પાડી તેને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરી દીધા છે. જેને લઈને પાકિસ્તાનમાં સપાટો બોલી ગયો છે.ફફડી ઉઠેલા પાકિસ્તાનના રાષ્ટ્રપતિ તત્કાળ સંસદના બંને સત્રોની બેઠક બોલાવી હતી. જોકે અમિત શાહની રાજ્યસભામાં જાહેરાત બાદ પાકિસ્તાને પણ પોતાને આજે મંગળવારે સંસદના બંને સદનોની બેઠક બોલાવી હતી. પરંતુ પાકિસ્તાનના વડાપ્રધાન એટલે કે વઝીર-એ-આઝમ ઈમરાન ખાન જ ના આવતા સદનમાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. આ હોબાળો એ હદે વધી ગયો કે આખરે સ્પીકર પોતે જ ઉભા થઈને ચાલ્યા ગયા હતાં.પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ડૉ, આરિફ અલ્વીએ દેશની સંસદના સંયુક્ત સત્રને આહ્વાન કર્યું હતું. હવે આ સત્ર આવતી કાલે 7 તારીખે બુધવારે યોજાશે. જોકે પાકિસ્તાન ઈતિહાસમાંથી પણ કંઈ જ શિખવા માંગતુ હોય તેમ લાગતુ નથી. ચાર ચાર યુદ્ધમાં ભારત સામે કારમો પરાજય ખમી ચુક્યા બાદ પણ આજે પાકિસ્તાનના મંત્રીએ યુદ્ધની ધમકી આપી છે. જે પાકિસ્તાન રીતસરનું ઘાંઘુ થયુ હોવાનું દેખાડે છે.જમ્મુ-કાશ્મીર મામલે ભારતના આકરા નિર્ણય બાદ રીતસરના ઘાંઘ થઈ ગયેલા પાકિસ્તાનના ઈમરાન ખાનના મંત્રીએ ભારતને યુદ્ધની ધમકી આપતા કહ્યું હતું કે, ભારત પાકિસ્તાનને પેલેસ્ટાઈન બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઈમરાન ખાનના મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું હતું કે, સંસદમાં બેકારના વિષયો પર ગુંચવાવાના બદલે ભારતને લોહી, આંસૂ અને પરસેવાથી જવાબ આપવો પડશે. આપણે યુદ્ધ માટે તૈયાર રહેવું પડશે.