Face Of Nation:જમ્મુ-કાશ્મીરના અનુચ્છેદ 370 અંતર્ગત મળેલા વિશેષ અધિકારોને હવે હટાવી દેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ ઘાટીમાં સુરક્ષાને વધારવામાં આવી છે, જેથી કોઈ પણ પ્રકારની સ્થિતિને નિયંત્રણમાં લઈ શકાય. ત્યારે હાલ જમ્મુમાં બધુ સામાન્ય છે. સ્થાનિકો પણ સામાન્ય જીવન જીવી રહ્યાં છે. શાકભાજીના ભાવમાં વધારો થયો છે. 40 રૂપિયાના કિલો શાકભાજી 90થી 100 રૂપિયામાં મળી રહ્યાં છે.આ સાથે જ 144ની કલમ યથાવત છે. જીવન જરૂરિયાતની દરેક વસ્તુ મળે છે. પરંતુ ભાવ થોડો વધારી દેવામાં આવ્યો છે. 24 કલાક પહેલા 40 રૂપિયાના કિલો શાકભાજી મળતું હતું. વાહન વ્યવહારો ઠપ્પ થતાં શાકભાજીના ભાવ 90થી 100 રૂપિયા લેવામાં આવે છે. ચારે બાજુ CRPF જવાનો જ દેખાઈ છે. ઈન્ટરનેટ અને ફોન સેવા બંધ કરી દેવામાં આવી છે. પરંતુ કર્ફ્યૂ બાદ કાશ્મીરમાં જરૂર કંઈક નવા જુની થશે તેવું લાગી રહ્યું છે.