Face Of Nation:નવી દિલ્હી ભારતીય એરફોર્સનું ફાઇટર પ્લેન સુખોઇ SU-30 દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું છે. ફાઇટર પ્લેન તે સમયે દુર્ઘટનાગ્રસ્ત થયુ જ્યારે તે રૂટીન ટ્રેનિંગ મિશન પર હતું.અને ગુરુવારે રાત્રે આસામમાં દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. આ જોકે, દુર્ઘટનામાં બંન્ને પાયલટનો આબાદ બચાવ થયો હતો. જોકે, દુર્ઘટના પાછળનું સાચું કારણ તો આ મામલાની કોર્ટ ઓફ ઇન્કવાયરી થશે ત્યારબાદ જાણી શકાશે.