Home Politics કલમ 370 ખતમ કરવા અંગે પીએમએ કહ્યું:પરિવર્તનમાં દરેક હિન્દુસ્તાનીનો જોઇએ સાથ

કલમ 370 ખતમ કરવા અંગે પીએમએ કહ્યું:પરિવર્તનમાં દરેક હિન્દુસ્તાનીનો જોઇએ સાથ

Face Of Nation:નવી દિલ્હી જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 હટાવવાના ચોથા દિવસે ગુરુવારે રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાતરી આપી કે જમ્મુ-કાશ્મીરને થોડા સમય માટે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવાયો છે. લોકતંત્રની પ્રક્રિયામાં અગાઉની જેમ જ લોકો પોતાના ધારાસભ્યો અને મુખ્યમંત્રીને ચૂંટી શકશે. કલમ 370 ખતમ કરવાની વાસ્તવિક્તા જણાવતા તેમણે કહ્યું કે મને આ પરિવર્તનમાં દરેક હિન્દુસ્તાનીનો સાથ જોઇએ. તેમણે ઉદ્યોગપતિઓને જમ્મુ-કાશ્મીરમાં રોકાણ કરવાનું આહવાન કર્યું. સાથે હિન્દી, તમિલ, તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને તેની સાથે સંકળાયેલા લોકોને પોતાના પ્રોજેક્ટ્સમાં આ રાજ્યને પ્રાથમિક્તા આપવાની અપીલ કરી. તેમણે ટેક્નોલોજીની દુનિયાના લોકોને પણ જમ્મુ-કાશ્મીર તરફ ધ્યાન આપવાનો આગ્રહ કર્યો. તેમણે કહ્યું કે ટેક્નોલોજીના વિસ્તારની સાથે જ રાજ્યમાં રોજગારની તકો વધશે.