Home News વરસાદી આફતો સામે રાજ્યનું વહીવટીતંત્ર સતર્ક:NDRFની 18 અને SDRFની 11 ટીમો તહેનાત

વરસાદી આફતો સામે રાજ્યનું વહીવટીતંત્ર સતર્ક:NDRFની 18 અને SDRFની 11 ટીમો તહેનાત

Face Of Nation: સમગ્ર ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે.રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતીની આગાહીને ધ્યાને લઇને રાજ્યનું સમગ્ર વહીવટીતંત્ર સતર્ક છે. તમામ જિલ્લાઓને એલર્ટ પર રહેવા સૂચના આપવામાં આવી છે.સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જણાવ્યા મુજબ ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં કોઇ સ્થળે વધુ સ્થિતિ ગંભીર બને તો તેવા સંજોગોમાં રેસ્કયુ સહિતની કામગીરી સત્વરે પૂરી પાડવા માટે NDRFની 18 ટીમો અને SDRFની 11 ટીમો તહેનાત કરવામાં આવી છે.છોટાઉદેપુરમાં 24 કલાકમાં 13.5 ઈંચ વરસાદ પડ્યો હતો. વહેલી સવારથી જ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં NDRFની 7 ટીમ, સૌરાષ્ટ્રમાં 5 ટીમ, ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં ત્રણ-ત્રણ ટીમો કાર્યરત છે. રાજ્યમાં થઇ રહેલ વરસાદને પરિણામે કોઝવેમાં પાણી ભરાયા છે અને 154 રસ્તાઓ બંધ છે. જેમાં તાપી જિલ્લાના 39, છોટાઉદેપુરમાં 31 રસ્તાઓનો સમાવેશ થાય છે. ઉપરાંત 16 ગામોને વીજળીની અસર થઇ છે.