Home Uncategorized અયોધ્યા વિવાદ અંગે પાંચ દિવસની સુનાવણી પર મુસ્લિમ પક્ષકારોએ વાંધો ઉઠાવ્યો

અયોધ્યા વિવાદ અંગે પાંચ દિવસની સુનાવણી પર મુસ્લિમ પક્ષકારોએ વાંધો ઉઠાવ્યો

Face Of Nation:સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા ભૂમિ વિવાદ મુદ્દે શુક્રવાર ચોથા દિવસે પણ સુનાવણી કરવામાં આવી છે. આ અંગે મુસ્લિમ પક્ષે સપ્તાહમાં પાંચ દિવસની સુનાવણી પર વાંધો ઉઠાવ્યો છે. મુસ્લિમ પક્ષકારોના વકીલ રાજીવ ધવને કોર્ટને કહ્યું કે, જાણવા મળી રહ્યું છે કે કોર્ટ આ મામલા અંગે સુનાવણી માટે પુરા પાંચ દિવસ બેસશે. જો આવી રીતે જ સુનાવણી કરવામાં આવશે તો આ ગેરવ્યાજબી ગણાશે અને અમે બેંચની સામે યોગ્ય રીતે અમારો પક્ષ રાખી શકીશું નહીં.

મુસ્લિમ પક્ષકારોના વકીલે જણાવ્યું કે, સુનાવણી આ પ્રકારે ઉતાવળમાં ન થઈ શકે. અમારે દસ્તાવેજો ઉર્દુ અને સંસ્કૃતમાંથી અંગ્રેજીમાં અનુવાદ કરવાનું છે અને દિવસભરની દલીલો રજુ કર્યા બાદ તે શક્ય નથી. મને હેરાન કરાઈ રહ્યો છ. સતત સુનાવણી કરવામાં આવશે તો મારે આ કેસ છોડવા માટે મજબૂર થવું પડશે.અલ્હાબાદ હાઈકોર્ટે પણ પોતાના નિર્ણયની સુનાવણી શાંતિથી કરી હતી. આ અંગે CJI રંજન ગોગોઈએ કહ્યું કે, અમે તમારી ફરિયાદ સાંભળી લીધી છે અને ઝડપથી આ અંગે તમને માહિતગાર કરવામાં આવશે.