Home Politics જમ્મુ કાશ્મીર: 370 નાબૂદ થયાના ચાર દિવસ પછી જનજીવન થયું ધબકતું, પ્રતિબંધોમાં...

જમ્મુ કાશ્મીર: 370 નાબૂદ થયાના ચાર દિવસ પછી જનજીવન થયું ધબકતું, પ્રતિબંધોમાં મળી છૂટછાટ

Face Of Nation:જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370નાબૂદ કરાયાના ચાર દિવસ પછી શુક્રવારે પ્રશાસને લોકોને થોડી રાહત આપી છે. ઘણા વિસ્તારોમાં પ્રશાસને શાળાને ચાલુ કરવાના આદેશ આપ્યા છે. આ સિવાય સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધી બજાર ખોલવાના પણ આદેશ આપી દેવાયા છે. આ ઉપરાંત શુક્રવારની નમાજ માટે પણ લોકોને રાહત આપવામાં આવી છે. તેમને સ્થાનિક મસ્જિદોમાં જવાની મંજૂરી આપવામાં આવી છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે અધિકારીઓને આદેશ આપ્યા છે કે કોઈ પણ કાશ્મીરને મુશ્કેલી ન પડે.તંત્રના જણાવ્યા પ્રમાણે, સંવેદનશીલ વિસ્તારોમાં હાલ પણ કડક સુરક્ષા વ્યવસ્થા છે. સાથે જ કલમ 144 લાગુ છે, પરંતુ ઘણી જગ્યાઓ પર આમા છૂટ આપવામાં આવી છે.અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, કાશ્મીર ઘાટીમાં લોકોને સ્થાનિક મસ્જિદોમાં શુક્રવારની નમાજ અદા કરવા માટેની મંજૂરી આપવા માટે પ્રતિબંધોમાં છૂટછાટ આપવામાં આવી છે. ડોભાલે શુક્રવારે શ્રીનગરની મુલાકાત પણ કરી અને વિસ્તારમાં બે કલાકથી વધારે સમય પણ પસાર કર્યો હતો. તેમણે સૈનિકો અને સ્થાનિક લોકો સાથે વાતચીત કરી અને સીઆરપીએફ કર્મચારીઓ સાથે લંચ પણ કર્યું.