Home World કલમ 370ની નાબુદી પર પાકિસ્તાને હોશ ગુમાવ્યું ,ભારત સાથે વ્યાપારિક સંબંધોનો છેદ...

કલમ 370ની નાબુદી પર પાકિસ્તાને હોશ ગુમાવ્યું ,ભારત સાથે વ્યાપારિક સંબંધોનો છેદ ઉડાડયો

Face Of Nation:જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ને નિષ્પ્રભાવી કરાતા રઘવાયેલા થયેલા પાકિસ્તાને પોતાની જનતાના દબાણમાં આવી આડેધડ નિર્ણયો લેવા માંડ્યા છે. પાકે. ગુરુવારે ફરી એક વાર સમજોતા એક્સપ્રેસ અટકાવી દીધી. ભારતીય ફિલ્મો પર પણ પ્રતિબંધ મૂકી દીધો. એક દિવસ પહેલાં રાજદ્વારી સંબંધો કાપવા અને ભારતીય હાઇકમિશનરને પાછા મોકલી દેવા ઉપરાંત વેપાર બંધ કરવાના નિર્ણયો લીધા હતા.

ગુરુવારે પાક.ના રેલવેમંત્રી શેખ રશીદ અહેમદે સમજોતા એક્સપ્રેસ બંધ કરવાની જાહેરાત કરતા જણાવ્યું કે ‘જ્યાં સુધી હું રેલવેમંત્રી છું ત્યાં સુધી સમજોતા એક્સપ્રેસ નહીં દોડે. હવે તેની બોગીઓમાં ઇદના પ્રસંગે મુસાફરી કરનારા લોકોને લઇ જઇશું’. ટ્રેન વાઘા સરહદે છોડી દીધી હતી. તેથી ભારતે ડ્રાઇવર-ગાર્ડ મોકલી મંગાવી હતી. પાક.થી 110 યાત્રી અહીં આવી રહ્યા હતા. જ્યારે 70 લોકો જવાના હતા. નોંધનીય છે કે બાલાકોટ એર સ્ટ્રાઇક પછી પણ પાકે. સમજોતા અટકાવી દીધી હતી. 4 માર્ચથી ફરી શરૂ કરી હતી.ભારતના જવાબમાં પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશીએ કહ્યું કે જો ભારત કાશ્મીર અંગેના પોતાના પગલાં પર પુન: વિચાર કરે તો પાકિસ્તાન પણ તેના નિર્ણયો પર ફેરવિચારણા માટે તૈયાર છે. સમીક્ષા બંને તરફીથી થવી જોઇએ.પાકિસ્તાને સ્પષ્ટતા કરી છે કે તેણે ભારતીય વિમાનો માટે પોતાનું એર સ્પેસ હજુ બંધ નથી કર્યું. પાક.ના નાગરિક ઉડ્ડયન મંત્રાલયના પ્રવક્તા મુરતઝા બેગે કહ્યું કે ‘નોટિસ ટુ એરમેન’(નોટેમ)માં કોઇ ફેરફાર કરાયો નથી. તમામ ફ્લાઇટ્સ નિર્ધારિત સમયે ચાલી રહી છે.