Home Uncategorized ભારતીય ક્રુ દ્વારા અટારી સરહદથી દિલ્હી સ્ટેશન સુધી હેમખેમ પહોંચી ‘સમજોતા’

ભારતીય ક્રુ દ્વારા અટારી સરહદથી દિલ્હી સ્ટેશન સુધી હેમખેમ પહોંચી ‘સમજોતા’

Face Of Nation:જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370ને ખતમ કર્યા બાદ પાકિસ્તાને ભારત સાથે સંબંધો ખતમ કરતાની સાથે અટકાવેલી સમજૌતા એક્સપ્રેસ ટ્રેન સાડા ચાર કલાક મોડી દિલ્હી સ્ટેશન ખાતે હેમખેમ પહોંચી છે. આ ટ્રેનમાં 76 ભારતીય અને 41 પાકિસ્તાની નાગરિકો સવાર હતા. આ ટ્રેનને ભારતીય ક્રુ અટારી સરહદથી દિલ્હી સ્ટેશન સુધી લાવ્યા હતા. પાકિસ્તાને ટ્રેનને વાઘા બોર્ડર પર જ છોડી દીધી હતી.

પાકિસ્તાને મોદી સરકારના 370 નાબૂદ કરવાના નિર્ણયથી નારાજ ઈમરાન સરકારે પાકિસ્તાનથી ભારત આવતી સમજૌતા એક્સપ્રેસને ગુરુવારે ભારત મોકલવાનો ઈન્કાર કરી દીધો હતો. મહત્વનું છે કે પાકિસ્તાને દાવો કર્યો હતો કે ક્રુના બે ડ્રાઈવર અને એક ગાર્ડને ભારતીય સરહદમાં જવાથી બીક લાગે છે.ભારતીય ક્રુ સવારે અંદાજે દોઢ વાગ્યે 76 ભારતીય અને 41 પાકિસ્તાની નાગરિકોને લઈને અટારી સરહદ પરથી રવાના થયુંઃ અટારી ઈન્ટરનેશલ રેલવે સ્ટેશન દ્વારા મળતી માહિતી પ્રમાણે,પાકિસ્તાને ટ્રેનના નિયમીત સમયે 12.30 વાગ્યા પહેલા સુચના આપી હતી કે, ટ્રેનના ક્રુએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારતમાં આવવાનો ઈન્કાર કર્યો છે. ત્યારબાદ પાકિસ્તાને ભારતીય ક્રુને પાકિસ્તાનની વાઘા બોર્ડર આવીને ટ્રેન ચલાવીને લઈ જવા માટે કહ્યું હતું. ત્યારબાદ ભારતીય ક્રુ સવારે અંદાજે દોઢ વાગ્યે 76 ભારતીય અને 41 પાકિસ્તાની નાગરિકોને લઈને અટારી સરહદ પરથી રવાના થયું હતું.