Home Uncategorized સુરત ભારે વરસાદમાં તાપીનું રોદ્ર સ્વરૂપ:ઉકાઈ ડેમના 11 દરવાજા ખોલાયા,તાપીના કિનારે ન...

સુરત ભારે વરસાદમાં તાપીનું રોદ્ર સ્વરૂપ:ઉકાઈ ડેમના 11 દરવાજા ખોલાયા,તાપીના કિનારે ન જવા અપીલ

Face Of Nation:સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત ઉપરવાસમાં પડી રહેલા વરસાદના પગલે તાપીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ઉકાઈ ડેમની જળસપાટીમાં ઉત્તરો ઉત્તર વધારો નોંધાવા પામ્યો છે. ત્યારે તાપીના ધસમસતા પ્રવાહની સામે સત્તાધીશો દ્વારા ઉકાઈ ડેમનું રુલ લેવલ મેન્ટેન કરવા ડેમના 22 દરવાજા પૈકી 11 દરવાજા ખોલી ડેમમાંથી 50 હજાર ક્યુસેકથી વધુ પાણી છોડાઈ રહ્યું છે.

સુરતના કલેક્ટર ફરી ઓડિયો કિલપ કરી જાહેર કર્યો છે, જેમાં તેઓએ જણાવ્યું કે હાલ ડેમની સપાટી 330.47 ફૂટ પર પોહચી છે, હાલ ડેમમાં 5.47 લાખ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. હાલ ડેમમાંથી 1.25 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહીયું છે. શહેરના લોકોને ગભરાવાની જરૂર નથી, લોકોને તાપી નદીના કિનારા પર નહીં જવાની કરી અપીલ કરવામાં આવે છે.