આર્થિક સંકટનો સામનો કરી રહેલી જેટ એરવેઝના બોર્ડ મેમ્બર્સમાંથી નરેશ ગોયલ અને તેમના પત્ની અનીતા ગોયલે રાજીનામું આપશે. નરેશ ગોયલ પાસેથી ચેરમેનનું પદ પણ ઝુંટવી લેવામાં આવશે. દેવાદારોની સાથે રિઝોલ્યૂશન પ્લાન અંતર્ગત માટે સોમવારે થયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. એરલાઇન્સે જાણકારી આપી છે કે એસબીઆઈના નેતૃત્વમાં એરલાઇન્સના દેવાદારોના કંસોર્શિયમ રિઝોલ્યૂશન પ્લાન તૈયાર કરી રહ્યાં છે. જેમાં જેટના દેવાના શેરમાં બદલવા અને 1500 કરોડ રૂપિયાની ફંડિંગ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવાની વાત સામેલ છે.
જેટ એરવેઝ પર 8000 કરોડ રૂપિયાથી વધુનું દેવું છે. એરલાઇન્સને દેવાળાથી બચાવવા માટે તેને રોકડની જરૂર છે. બેંકોએ ગત સપ્તાહે સંકેત આપ્યાં હતા કે જેટ મેનેજમેન્ટમાં બદલાવ થયા બાદ એરલાઇન્સમાં વધુ રોકડ લગાવી શકે છે.જેટ એરવેઝના શેર્સમાં 15%નો ઉછાળો: ગોયલના રાજીનામાની ખબર આવતાંની સાથે શેર્સમાં તેજી આવી ગઈ. NSE પર આ 15.46% વધારાની સાથે 261 રૂપિયા પર બંધ થયો. BSE પર 12.69% ઉપર 254.20 રૂપિયાએ ક્લોઝ થયો.