Face Of Nation:જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવાયા બાદ સમગ્ર દેશમાં કેન્દ્ર સરકારના નિર્ણયની પ્રશંસા થઇ છે, તો ઘણી જગ્યાએ તેનો વિરોધ પણ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે રાજનેતાઓને વિવાદાસ્પદ નિવેદનો પણ સામે આવી રહ્યા છે, ત્યારે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કાશ્મીરની મહિલાઓને લઇને વિવાદિત નિવેદન આપ્યું છે.હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું, કલમ 370 હટાવ્યા બાદ કાશ્મીરથી છોકરીઓને લગ્ન માટે લાવી શકાય છે.એક કાર્યક્રમમાં મનોહર લાલ ખટ્ટરે કહ્યું હતું કે, અમારા મંત્રી ઓપી ધનખડ ઘણીવાર એવું કહે છે કે, તેઓ બિહારથી વહુ લાવશે. પરંતુ હાલના દિવસોમાં લોકો કહી રહ્યા છે, હવે કાશ્મીરનો રસ્તો સાફ થઇ ગયો છે. હવે અમે લોકો કાશ્મીરથી વહુ લાવીશું.