Face Of Nation:પોરબંદરમાં વરસાદના પગલે સમૃદ્ર તોફાની બનતા 12 બોટ અને 60 જેટલા માછીમારો ગઇકાલ સુધી લાપતા હતા. જેમાંથી આસ્થા હોળીના લક્ષ્મણભાઇ ગાંદા બામણીયા (ઉ.55) રે.જાફરાબાદ, જશોદામૈયા હોડીના રમેશ પ્રેમજી આંજણી (ઉ.50) તથા જશોદામૈયા હોડીના જ શંકર નારણ સોલંકી (ઉ.48)ની લાશ રાતીયા પાસેના સમુદ્રમાંથી મળી આવતા માછીમારોમાં શોક વ્યાપી ગયો હતો. જ્યારે હજુ પણ 2 જેટલી હોળી અને 9 જેટલા માછીમારો હજુ પણ લાપતા હોય તેમનો સંપર્ક સાધવાની કોશીશ કરવામા આવી રહી છે. લાપતા બનેલી હોળીઓને શોધવા માટે કોસ્ટગાર્ડ દ્રારા રેસ્ક્યૂ હાથ ધરાયુ છે.