Face Of Nation:કેન્દ્ર સરકાર સાથે શાંતિકરાર બાદ ઉગ્રવાદી જૂથ નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા (એનએલએફટી-એસડી)ના 88 સભ્યએ મંગળવારે ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબકુમાર દેબ સમક્ષ સરન્ડર કર્યું. તેમના સરન્ડર અંગે દેબે કહ્યું કે સરકાર પુનર્વસન નીતિઓ મુજબ તેમની મદદ કરશે.
એનએલએફટીના એક સભ્યએ કહ્યું કે અમને આશા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રિપુરા માટે સારું જ કરશે. 30 વર્ષથી હિંસક પ્રવૃત્તિઓમાં સામેલ રહેલા એનએલએફટી-એસડીના સાબિરકુમાર દેબબર્મા તથા કાજલ દેબબર્માએ 10 ઓગસ્ટે નવી દિલ્હીમાં શાંતિકરાર પર સહી કરી હતી. 1989થી સક્રિય એનએલએફટી-એસડીએ 2005થી 2015 દરમિયાન 317 હિંસક ઘટનાને અંજામ આપ્યો હતો.