Home Uncategorized સુરત:રાખડીઓમાં છલકાયો દેશ પ્રેમ,સોનાની રાખડીઓમાં સજાવ્યો ભારતનો નકશો

સુરત:રાખડીઓમાં છલકાયો દેશ પ્રેમ,સોનાની રાખડીઓમાં સજાવ્યો ભારતનો નકશો

Face Of Nation:સુરતમાં આ વખતે 15મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વ અને ભાઈ બહેનના પ્રેમના પ્રતીક સમી રક્ષાબંધનનો તહેવાર એક જ દિવસે આવતા હોવાથી ગોલ્ડ રાખડીમાં ખાસ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. એક બાજુ રેશમની દોરી અને બીજી બાજુ સોનાથી તૈયાર ભારતનો નકશો છે.બીજી રાખડીમાં રાષ્ટ્રધ્વજ ચાલુ વર્ષે આ બંને તહેવાર એકસાથે તો છે જ સાથે કાશ્મીર માંથી આર્ટિકલ 370 અને 35 a નાબૂદ થવાની ખુશી પણ જોવા મળી રહી છે.આ બન્ને આર્ટિકલ નાબૂદ કરતી પ્રતિકૃતિ વાળી ગોલ્ડ રાખડી છે.સાથે રિયલ ડાયમન્ડમાં સોનાની રાખડીઓએ પણ રંગત જમાવી છે.આ રાખડીઓ ચાંદી અને સોનામાં બનાવવામાં આવી છે. જેની કિંમત 500 રૂપિયાથી લઈને ખરીદનારની ક્ષમતા પર છે.આ રાખડી એવી રીતે ત્યાર કરવામાં આવી છે કે રક્ષાબંધન બાદ તેને પેન્ડલ તરીકે ઉપયોગમાં લઇ શકાય.ખાસ કરીને આ રાખડી સોના સાથે ચાંદી ડાયમંડ અને પ્લેટિનિયમમાં મળે છે.