Home Religion રક્ષાબંધન પર્વે ભાઈની સુખાકારી માટે ક્યારે રાખડી બાંધવી શ્રેષ્ઠ? જાણી લો વિગત

રક્ષાબંધન પર્વે ભાઈની સુખાકારી માટે ક્યારે રાખડી બાંધવી શ્રેષ્ઠ? જાણી લો વિગત

Face Of Nation:વિક્રમ સંવત 2075 શ્રાવણ સુદ પૂનમ ગુરુવારે રક્ષાબંધન(બળેવ)પર્વ આવે છે. આ પર્વ સમસ્ત સમાજના રહીશો હર્ષ-ઉલ્લાસ સાથે મનાવશે.બહેનો (રાખી)રાખડી ધાગો બાંધી આગામી વર્ષ ખૂબ જ આયુ, આરોગ્ય,ધન-સંપદા થી ભરપૂર રહે તે માટે પ્રાર્થના કરતી હોય છે. અને મોમા મીઠાઈ નો કટકો ખવડાવી સર્વપ્રકારે સુખાકારી બક્ષે છે,એની સામે ભાઈ પોતાની બહેનને વંદન કરી પોતાની યથાશક્તિ મુજબ ભેટસોગાદ આપે છે તે બહેન સહર્ષ અણમોલ ભેટ સ્વીકાર કરે છે સગીબહેન, માનેલીબહેન,પોતાના ગુરુ બ્રાહ્મણ ના હસ્તે રાખડી બાંધવાની પરંપરા આપણા આદિ અનાદિકાળથી ચાલતી આવે છે.આ વખતે પંચક અને ગુરુવાર હોવાથી સોનામાં સુગંધ ભળશે. આ દિવસે આખા દિવસ દરમિયાન કે રાત્રે આ સમયે બહેન પોતાના ભાઈ ને રાખડી બાંધી શકશે તેમજ બ્રાહ્મણો વહેલી સવારથી પોતાની જનોઈ બદલાવવા માટે વિધિ-વિધાન કર્મ કરશે અને સામૂહિક રીતે ફળાહાર પ્રાપ્ત કરશે.

રાખડી બાધવાનું શુભ મુહૂર્ત

શુભ ચોધડીયું— ૬.૧૬ થી ૭.૫૩

ચલ ચોધડીયું— ૧૧.૧૦ થી ૧૨.૪૮

લાભ ચોધડીયું—-૧૨.૪૮ થી ૧૪.૨૬

અમૃત ચોઘડિયું–૧૪.૨૬ થી ૧૬.૦૪

શુભ ચોધડીયું—૧૬.૦૪ થી ૧૯.૧૯