Home News આગામી 48 કલાકમાં મસ્તાન બનીને વરસશે મેઘરાજા,ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત પર...

આગામી 48 કલાકમાં મસ્તાન બનીને વરસશે મેઘરાજા,ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત પર દેશે દસ્તખત

Face Of Nation:ગુજરાત પર ફરી એકવાર વરસાદી સિસ્ટમ તૈયાર થઈ ગઈ છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી 48 કલાક અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના છે.હવામાન વિભાગની આગાહી મુજબ, સાબરકાંઠા-અરવલ્લીમાં અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. આગામી 48 કલાકમાં દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર અને મોરબીમાં ભારે વરસાદ પડશે. આ સિવાય બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તેમજ મહિસાગર અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદ પડશે.ગજરાતના અન્ય ભાગોમાં પણ આગામી પાંચ દિવસ સુધી હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડે સંભાવના છે. હવામાન વિભાગ પ્રમાણે, વરસાદની સાથે સાથે કાંઠા વિસ્તારોમાં પ્રતિ કલાકે 65 કિલોમિટરની ઝડપે પવન ફૂંકાશે. જેથી માછીમારોને ત્રણ દિવસ દરિયો ન ખેડવા માટે સુચના આપી દેવામાં આવી છે.મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લામાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ઉત્તર પૂર્વનું ડિપ ડિપ્રેશન લો-પ્રેશરમાં ફેરવાઈ રહ્યું છે. હાલમાં વરસાદની સિસ્ટમ ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ તરફ છે. ડિપ્રેશન 40 કિલોમીટરની ઝડપે આગળ વધે છે. સિસ્ટમ મુજબ વરસાદ મધ્ય ગુજરાતતી શરૂ થશે.