Face Of Nation:ગુજરાત પર ફરી એકવાર વરસાદી સિસ્ટમ તૈયાર થઈ ગઈ છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી 48 કલાક અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં પણ આગામી ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. આગામી દિવસોમાં પણ સામાન્ય વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. અમદાવાદના લગભગ તમામ વિસ્તારોમાં રક્ષાબંધનની બપોરથી ઝરમર-ઝરમર વરસાદ વરસ્યો હતો અને આગામી સમયમાં પણ આવો વરસાદ વરસતો રહેશે તેવી આગાહી છે.ગુજરાત પર ફરી એકવાર વરસાદી સિસ્ટમ તૈયાર થઈ ગઈ છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી 48 કલાક અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના છે.