Home Uncategorized યુપીમાં જાહેર સ્થળો અને માર્ગો પર નમાજ પઢવા પર પ્રતિબંધ,અલીગઢ તંત્રએ જાહેર...

યુપીમાં જાહેર સ્થળો અને માર્ગો પર નમાજ પઢવા પર પ્રતિબંધ,અલીગઢ તંત્રએ જાહેર કર્યો સરકયુલર

Face Of Nation:યુપીમાં માર્ગો અને જાહેર સ્થળોએ નમાજ પઢવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. રાજ્યના ડીજીપી ઓ.પી.સિંહે બુધવારે આ માહિતી આપતાં કહ્યું કે વિશેષ પ્રસંગોએ જ્યારે ભીડ એકઠી થાય છે તો જિલ્લાતંત્ર તેની મંજૂરી આપી શકે છે પણ જુમ્માની નમાજ દરમિયાન આ પ્રથા નિયમિત રીતે કરવાની મંજૂરી ન આપી શકાય. બધા જિલ્લા પોલીસ પ્રમુખ અને અન્ય અધિકારીઓને પણ આ મામલે દિશાનિર્દેશ આપી દેવાયા છે.ડીજીપીએ કહ્યું કે શરૂઆતમાં અલીગઢ અને મેરઠમાં આ પ્રકારનો પ્રતિબંધ મુકાયો હતો. હવે સમગ્ર રાજ્યમાં લાગુ થઈ રહ્યો છે. અલીગઢ જિલ્લા તંત્રએ પહેલાં એક વિસ્તૃત સર્ક્યુલર જાહેર કરી માર્ગો પર નમાજ પઢવા પર પ્રતિબંધ મૂક્યો હતો. ડીજીપીએ કહ્યું કે જિલ્લા અધિકારીઓને મૌલવી તથા મસ્જિદના ટ્રસ્ટીઓ સાથે બેઠક કરવા કહેવાયું હતું જેથી તેમને જણાવી શકાય કે માર્ગો પર નમાજ પઢવાથી કેવી મુશ્કેલી સર્જાય છે. અગાઉ અમે પણ મુસ્લિમોને અપીલ કરી ચૂક્યા છીએ કે તે માર્ગો પર નમાજ ના પઢે.