Home Uncategorized કલમ 370 હટાવવા સામેની અરજી પર સુપ્રીમે કાઢ્યો ઉકળાટ: પુછ્યું,આ કયા પ્રકારની...

કલમ 370 હટાવવા સામેની અરજી પર સુપ્રીમે કાઢ્યો ઉકળાટ: પુછ્યું,આ કયા પ્રકારની અરજી છે?

Face Of Nation:સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવવા સામે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી માટે અરજદારને ઠપકો આપ્યો છે. અરજદાર એમ.એલ. શર્માને અરજીમાં ભૂલ કરવા બદલ સીજેઆઈ રંજન ગોગોઇએ ઠપકો આપ્યો હતો. સીજેઆઈએ પૂછ્યું કે આ કેવા પ્રકારની અરજી છે, અરજી શેના માટે કરવામાં આવી છે. પિટિશન લો અને બીજી પિટિશન ફાઇલ કરો. સીજેઆઈ રંજન ગોગોઈ, ન્યાયમૂર્તિ એસ.એ. બોબડે અને ન્યાયાધીશ એસ અબ્દુલ નઝીરની ખંડપીઠ આ અરજીની સુનાવણી કરી રહી છે.

સીજેઆઈએ અરજદારને પૂછ્યું, ‘તમે શું ઈચ્છો છો ? તમે શું ફાઇલ કર્યું છે? તમને કઈ જ ખબર નથી . અમે ફક્ત ટેક્નિકલ આધાર પર આ અરજી રદ કરી શકીએ છીએ. પરંતુ આ પ્રકારના કિસ્સાઓમાં આપણે તેમ કરવા માંગતા નથી. આવી 6 વધુ અરજીઓ છે, અને તેમના પર પણ આની અસર થઇ શકે છે. સીજેઆઈએ કહ્યું કે તમે અરજી પાછી ખેંચી લો અને સુધારેલી અરજી દાખલ કરો.આ અંગે શર્માએ કહ્યું હતું કે હું બે દિવસમાં બીજી અરજી દાખલ કરીશ.સુનાવણી દરમિયાન વકીલએ કહ્યું કે ધારાસભ્ય એમ.એલ. શર્મા પર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે,પરંતુ સીજેઆઈએ કહ્યું કે તેમને પહેલેથી જ જખ્મી છે અને તેમના પર પર શું દંડ લાદવો.