Face Of Nation:દક્ષિણ ગુજરાતમાં શ્રાવણ માસ દરમિયાન શ્રીકાર વરસાદ વરસ્યો છે. આજે પણ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા પખવાડીયાથી વરસી રહેલા મેઘ સવારી ધીમી ધારે આવી પહોંચી હતી. સુરત જિલ્લાના માંગરોળમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો. સુરત શહેરમાં શ્રાવણના સરવડા(ઝાંપટા) સ્વરૂપે વરસાદ આવી રહ્યો છે.ઉપરવાસમાં વરસાદનું જોર વધતાં ઉકાઈની સપાટીમાં વધારો નોંધાતા પાણી છોડવામાં આવી રહ્યું છે. વલસાડ નજીક આવેલા મધુબન ડેમમાં પણ પાણીની આવકને જોતા તંત્ર દ્વારા બે દરવાજા ખોલીને પાણીને ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યું છે. કાચા સોના સમાન વરસતા વરસાદના પગલે ધરતીપુત્રોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.