Home Uncategorized દિલ્હી એમ્સમાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ ,ફાયરની 22 ગાડીઓ લાગી કામે

દિલ્હી એમ્સમાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ ,ફાયરની 22 ગાડીઓ લાગી કામે

Face Of Nation:નવી દિલ્હી દેશની રાજધાની દિલ્હીની જાણીતી હોસ્પિટલ એમ્સમાં આગ લાગી છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે. મળતી માહિતી પ્રમાણે આગ પહેલા અને બીજા ફ્લોર પર લાગી છે.એમ્સની ટીચિંગ બ્લોકમાં આગ લાગ્યાની માહિતી મળતા ફાયર બ્રિગેડની 22 ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ હતી અને કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.