Face Of Nation:આગાહી અનુસાર માઉન્ટ આબુમાં સારો એવો વરસાદ ખાબક્યો છે. ત્યારે આબુના નાના મોટા ઝરણાં વહેવા લાગ્યા હતા. હિલ સ્ટેશન આબુ પર ફરવા આવનારમાં ખુશનુમા વાતાવરણમાં વચ્ચે અનેરો ઉત્સાહ જોવા મળતો હતો.
ચોમાસામાં આબુમાં કાચા અને પાકા રસ્તો, તળાવ, સરોવર રમણીય બની જાય છે. હિલ સ્ટેશન ગુજરાતને અડીને આવેલું હોવાથી અહીં લોકો લોંગ ડ્રાઈવ કરીને પહોંચી જાયે છે અને અહીંના વાતાવરણની મોજ માણવા ફરવા નીકળી પડે છે. ત્યારે અત્યારે માઉન્ટ આબુમાં મોટી સંખ્યામાં મુસાફરો ઉમટી પડ્યા છે. માઉન્ટ આબુમાં વરસાદને કારણે વાતાવરણ આહલાદ બની જાય છે.વરસાદી વાતાવરણ અને પહાડો પર વાદળોની ચાદર છવાતા આહલાદક દ્રશ્યો સર્જાયા છે. ધુમ્મસભર્યા વાતાવરણને પગલે આબુ નીખરી ઉઠ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. ખુશનુમા વાતાવરણને પગલે સહેલાણીઓમાં આનંદ સમાતો નથી. આબુના નકી લેક, બજાર તેમજ પહાડોમાં વાદળોની ચાદર છવાઈ ગઈ છે. ધુમ્મસભર્યા વાતાવરણને કારણે અહીં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.