Home Uncategorized એઇમ્સમાં સુરક્ષાના નામે છીંડુ: ભયાનક આગ લાગી તે બ્લોક પાસે ફાયર એનઓસી...

એઇમ્સમાં સુરક્ષાના નામે છીંડુ: ભયાનક આગ લાગી તે બ્લોક પાસે ફાયર એનઓસી નહોતુ

Face Of Nation:નવી દિલ્હી દેશની સૌથી મોટી અને વીઆઇપી હોસ્પિટલ દિલ્હી એઇમ્સમાં આગ લાગવા મામલે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ફાયર ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે એઇમ્સની જે ઇમારતમાં આગ લાગી છે તેમની પાસે એનઓસી નહોતું. આ નિયમોનું પુરી રીતે ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.દિલ્હી ફાયર અધિકારીઓના મતે એઇમ્સના જે ટીચિંગ બ્લોકમાં શનિવારે ભયાનક આગ લાગી હતી તે બ્લોક પાસે ફાયર એનઓસી નહોતુ. આ બિલ્ડિંગ ખૂબ જૂની છે. નિયમો અનુસાર દર ત્રણ વર્ષમાં ફાયર NOC લેવું ફરજિયાત છે અને દર વર્ષે ફાયર NOC સર્ટિફાઇડ થાય છે જે એઇમ્સે કરાવ્યું નહોતું.