Face Of Nation:રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણને વધુ વેગવાન બનાવવા અને શિક્ષકો સમયસર શાળામાં હાજર રહી બાળકોને અભ્યાસ કરાવે તે હેતુથી ઓનલાઈન હાજરી ફરજિયાત કરી છે. આ વર્ષે શૈક્ષણિક સત્રના શરુઆતથી જ શિક્ષકોને ઓનલાઈન હાજરી માટે ફરજ પાડવા છતાં 411 શિક્ષકો ગેરહાજર ઝડપાયા હોવાનું સામે આવ્યું છે.
શૈક્ષણિક સત્ર શરુ થયાને અઢી મહિના જેટલો સમયવીતી ચુક્યો છે. શાળાઓમાં શિક્ષકો હાજર નહીં રહેતા હોવાની અને સમયસર નહીં આવતા હોવાની અનેક ફરિયાદોને અંતે શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ વર્ષથી શિક્ષકોની હાજરી ઓનલાઈન કરવાનો આદેશ કર્યો હતો. પરંતુ 411 જેટલા શિક્ષકોએ આ આદેશનું ઉલ્લંઘન કર્યું હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર અને રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં શિક્ષકો વધુ ગેરહાજર રહેતા હોવાનું શિક્ષણ વિભાગને ધ્યાને આવ્યું છે.શિક્ષણ વિભાગની તાકીદ છતાં ગેરહાજર રહેનારા 411 શિક્ષકોમાંથી 157 શિક્ષકો સામે કાર્યવાહી શરુ કરી દેવાઈ છે. ઓનલાઈન હાજરીમાં ગુલ્લી મારનારા શિક્ષકોને એક બાદ એક ગાંધીનગર બોલાવવામાં આવી રહ્યાં છે.