Face Of Nation:તહલકાના પૂર્વ સંપાદક તેજપાલને સુપ્રીમ કોર્ટે આંચકો આપ્યો છે. તેજપાલની અરજી ફગાવી કોર્ટે તેમના પર યૌન શોષણનો કેસ ચાલુ રાખવા આદેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપતા કહ્યું કે, 6 મહિનામા ગોવાની કોર્ટ ટ્રાયલ પૂર્ણ કરે. કોર્ટે એ પણ કહ્યું કે, આ કેસમાં પહેલાં જ ઘણો સમય વીતી ગયો છે અને આને હવે વધારે સમય સુધી રાખી ન શકાય.પત્રકાર તરૂણ તેજપાલ પર ગોવામાં એક હોટલની લિફ્ટમાં પોતાની જુનિયર સહકર્મીની છેડતીનો આરોપ છે. એમણે સુપ્રીમ કોર્ટમાં પોતાની વિરૂદ્ધના આરોપો રદ્દ કરવા માટે માગ કરી હતી. જોકે, ગત સુનવણીમાં કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.