Home Crime બિહારીના કટીહારમાં રડી રહેલા બાળકનું મોં બંધ કરવા માતાએ ફેવિક્વીક લગાવી દીધી

બિહારીના કટીહારમાં રડી રહેલા બાળકનું મોં બંધ કરવા માતાએ ફેવિક્વીક લગાવી દીધી

સામાન્ય રીતે બાળકોના રડવા પર માતા તેમને શાંત રાખે છે, પરંતુ અમે આપને જણાવી રહ્યા છીએ એવી માતા વિશે જે પોતાના બાળકના રડવાથી એ હદે ચિડાઈ ગઈ હતી કે તેણે નવજાતના મોં પર ફેવીક્વક લગાવી દીધું જેથી ન બાળક મોં ખોલી શકે અને ન તે રડી શકે. આશ્ચર્યમાં મૂકનારી આ ઘટના બિહારના કટિહાર જિલ્લાની છે. માસૂમ બાળકની સારવાર માટે લઈ જવામાં આવ્યું તો ડોક્ટર્સ પણ માતાની આ હરકત જાઈને અચંબામાં પડી ગયા.
પીડિત બાળક કટિહારના કદવા પોલીસ સ્ટેશનની હદના સોનૌલી ગામનું છે. ઘટના વિશે મળતી માહિતી મુજબ મહિલા પોતાના બાળકના રડવાથી ખૂબ જ પરેશાન હતી. તેનાથી કંટાળીને તેણે એકલી હતી ત્યારે ઘટનાને અંજામ આપ્યો. ઘરવાળાઓએ મહિલાના કૃત્યની જાણ થઈ તો બાળકને પ્રાથમિક સારવાર માટે પહેલા સનૌલી ઉપસ્વાસ્થ્ય કેન્દ્ર લઈ ગયા, જ્યાંથી વધુ સારી સારવાર માટે સીવીલ હોÂસ્પટલ મોકલવામાં આવ્યા.