Face Of Nation:સુપ્રીમ કોર્ટમાં મંગળવારે અયોધ્યા કેસમાં 8માં દિવસે સુનાવણી કરવામાં આવી છે. આ દરમિયાન રામલલ્લા વિરાજમાનના વકીલ સીએસ વૈદ્યનાથને પોતાનો પક્ષ રાખતા કહ્યું કે, વિવાદિત સ્થળે મસ્જિદ બનાવવા માટે મંદિરને તોડી પડાયું છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના ખોદકામમાં જે વસ્તુઓ સામે આવી છે, તે પ્રમાણે ત્યાં મંદિર હતું. જ્યાં મસ્જિદ બનાવાઈ હતી તેની નીચે વિશાળ નિર્માણ હતું. સોમવારે જસ્ટિસ બોબડેની તબિયત ખરાબ હોવાના કારણે સુનાવણી ટળી ગઈ હતી.
રામલલ્લાના વકીલ સીએસ વૈદ્યનાથને કોર્ટના પાગ્ચજન્યના એક રિપોર્ટરના રિપોર્ટને વાંચી સંભળાવ્યો અને જણાવ્યું કે જ્યારે 6 ડિસેમ્બર 1992ના રોજ બાબરી મસ્જિદનો ઢાંચો તોડી પડાયો હતો ત્યારે સ્લેબ ત્યાંથી પડી રહ્યા હતા, જેમાં સંસ્કૃત ભાષામાં શિલાલેખો હતા. રિપોર્ટરે તેની તસવીર પણ લીધી હતી, ત્યારબાદ પોલીસે તે સ્લેબને જપ્ત કરી લીધા હતા.સુનાવણી દરમિયાન જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, શું બધું ASI દ્વારા ભેગું કરવામાં આવ્યું હતું? આ અંગે વૈદ્યનાથને કહ્યું કે, ASI રિપોર્ટમાં ન હતું, આ રિપોર્ટ ઘણા સમય પછી આવ્યો હતો. રામલલ્લા વિરાજમાન વકીલ સીએસ વૈદ્યનાથને કહ્યું કે,મસ્જિદ બનાવવા માટે મંદિર તોડવામાં આવ્યું હતું.રામલલાના વકીલ વૈદ્યનાથને કહ્યું કે, 114 ADથી 115 AD સુધી 12મી સદીમાં સાકેત મંડળના રાજા રાજા ગોવિંદચંદ્ર હતા, ત્યારે અયોધ્યા જ તેમની રાજધાની હતી. તેમણે જણાવ્યું કે અહીં વિષ્ણુ હરિનું ભવ્ય મંદિર હતું, પુરાતત્વવિદો આ અંગેની પુષ્ટી પણ કરી છે.