Face Of Nation:દિલ્હી હાઈકોર્ટથી કોંગ્રેસી નેતા અને પૂર્વ નાણાપ્રધાન પી. ચીદમ્બરમને મોટો ઝટકો લાગ્યો છે. આઈએનએક્સ મીડિયા કેસમાં હાઈકોર્ટે ચિદમ્બરમના આગોતરા જામીન રદ કર્યા છે. પૂર્વ નાણાપ્રધાને કોર્ટ પાસે 3 દિવસનો સમય માંગ્યો હતો. આગોતરા જામીન રદ થયા પછી હવે ઈડી અને સીબીઆઈ ટૂંક સમયમાં જ ચિદમ્બરમની ધરપકડ કરી શકે છે.ચિદમ્બરમ પર આઈએનએક્સ મીડિયાએ ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રોમોશન બોર્ડથી ગેરકાયદેસર રીતે મંજૂરી અપાવવા માટે રૂ. 305 કરોડની લાંચ લેવાનો આરોપ છે. આ કેસમાં અત્યાર સુધી ચિદમ્બરમને બે ડઝન વખત આગોતરા પ્રોટેક્શન એટલે કે ધરપકડમાંથી રાહત મળી ચૂકી છે. આ કેસ 2007નો છે જ્યારે પી. ચિદમ્બરમ નાણા પ્રધાન હતા.