Face Of Nation: સુપ્રીમ કોર્ટમાં પી. ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલ મામલાને રજુ કરી રહ્યા છે. તેમણે સુપ્રીમ કોર્ટમાં આ કેસની માહિતી આપી અને સમગ્ર મામલાની સુનાવણી સુધી ધરપકડ ન કરવાની અપીલ કરી. પરંતુ જસ્ટિસ રમન્નાએ કોઈ પણ પ્રકારનો નિર્ણય આપવાથી ઈન્કાર કરી આ મામલાને ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પાસે મોકલવાની વાત કરી છે, તેઓ આ કેસમાં તરત સુનાવણીનો નિર્ણય કરશે.
પી ચિદમ્બરમ પર સીબીઆઈ અને ઈડીની કડક કાર્યવાહી પછી પ્રિયંકા ગાંધી તેમના સમર્થનમાં આવી છે. કોંગ્રસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું છે કે, અમે તેમની સાથે ઉભા છીએ અને સત્ય માટે લડતા રહીશું ભલે પછી કોઈ પણ પરિણામ આવે. પ્રિયંકા ગાંધીએ કહ્યું- રાજ્યસભામાં એક અત્યંત અને સન્માનિત સભ્ય પી. ચીદમ્બરમે નાણા મંત્રી અને ગૃહ મંત્રી તરીકે દશકાઓ સુધી નિષ્ઠાથી દેશની સેવા કરી છે. તેઓ મોદી સરકારની નિષ્ફળતાઓને રજૂ કરે છે, જે આ કાયર સરકારને પસંદ નથી. તેથી જ તેમને શરમજનક રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.