Home Uncategorized મધ્ય પ્રદેશના પૂર્વ મખ્યમંત્રી બાબૂલાલ ગૌરનું નિધન,લાંબા સમયથી હતા બીમાર

મધ્ય પ્રદેશના પૂર્વ મખ્યમંત્રી બાબૂલાલ ગૌરનું નિધન,લાંબા સમયથી હતા બીમાર

Face Of Nation:મધ્ય પ્રદેશના પૂર્વ મખ્યમંત્રી અને ભાજપના કદ્દાવર નેતા બાબૂલાલ ગૌરનું બુધવારે સવારે ભોપાલની નર્મદા હોસ્પિટલમાં નિધન થયું છે. 89 વર્ષીય બાબૂલાલ ગૌરની મંગળવારે તબીયત વધારે બગડી ગઈ હતી. તેમનું બ્લડ પ્રેશમ ઘટી જવાની સાથે પલ્સ રેટ પણ ઘટી ગયા હતા. બાબૂલાલ ગૌરની કિડની સંપૂર્ણ રીતે કામ કરી રહી ન હતી. તેઓ છેલ્લા 14 દિવસથી નર્મદા હોસ્પિટલમાં વેન્ટિલેટર સપોર્ટ પર હતા.ભાજપ તરફથી નિવેદન કરાયું છે કે બાબુલાલ ગૌરનો પાર્થિવ દેહ 12-30 વાગ્યે તેમના નિવાસસ્થાનેથી પ્રદેશ ભાજપ કાર્યાલય માટે રવાના થશે જ્યાં ભાજપના કાર્યકર્તા અને નાગરિક તેમના અંતિમ દર્શન કરશે. જે બાદ બપોરે 2 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.