Face Of Nation:ગુજરાતના અન્ય શહેરો કરતાં સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમનું મહત્વ ઘણુ વધારે છે. ત્યારે શહેરનાં રેસકોર્સ મેદાનમાં આજે સાંજે 5 વાગ્યે સીએમ વિજય રૂપાણી લોકમેળાને ખુલ્લો મુકાશે. આ લોકમેળાને મલ્હાર નામ આપવામાં આવ્યું છે. 5 દિવસનાં આ લોકમેળામાં 15 લાખ જેટલા લોકો આવે તેવી શક્યતા છે. લોકમેળો ખુલ્લો મુકાયા બાદ એક કલાકનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો છે. મુખ્યમંત્રી બન્યા બાદ વિજયભાઇ આ પ્રથમ વખત મેળાનું ઉદ્ઘાટન કરી રહ્યાં છે.મલ્હાર લોકમેળાની ઉજવણી શાંતિ અને સુખમય રીતે થાય તે માટે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોલીસ તંત્રની 78 અધિકારી તથા 1373 કર્મચારીની ટીમ રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્તમાં ફરજ બજાવશે. મેળામાં સુરક્ષા વ્યવસ્થાને જાળવી રાખવા 24 કલાક પોલીસ કન્ટ્રોલ રૂમ કાર્યરત રહેશે. સીસીટીવી કેમેરાને કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ સાથે જોડીને સુપર વિઝન કરાશે. 14 માઉન્ટેડ પોલીસ દ્વારા સમગ્ર મેળા ફરતે પેટ્રોલિંગ કરવામાં આવશે.